મગફળીમાં સફેદ મૂંડાનું સંકલિત નિયંત્રણ

નમસ્કાર, મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મગફળીના પાકમાં સફેદ ઘેણ નું વ્યવસ્થાપન, હાલની મગફળી પાકની અવસ્થામાં ઘણા ખેડૂત મિત્રોને મહદ અંસે સફેદ ઘેણનો ઉપદ્રવ જોવા મળે છે તો જે ખેડૂત મિત્રોના ખેતર પર હાલ સફેદ ઘેણનો ઉપદ્રવ ઓછો હોય તો ક્લોરોપાયરી ફોસ 20 ઈસી દવા પંપમાં 50 મી.લી. ભેળવી મગફળીના પાકમાં ડ્રેંચિંગ કરવાનું થાય છે.જો પાકમાં વધુ ઉપદ્રવ જેવા મળે તો ક્લોરોપાયરી ફોસ 20 ઈસી દવા હેકટરે 4 લિટર પ્રમાણે પિયત પાણી સાથે આપવી અને જો હાલ  વરસાદી વાતાવરણ જોતાં પિયત ન આપવાનું હોય તો ક્લોરોપાયરી ફોસ 20 ઈસી 4 લિટર દવા પ લિટર પાણીમાં ઓગાળી આ મિશ્રણને 100 કિલો જીણી રેંતીમાં ભેળવી ત્યાર બાદ રેતી સુકવવી આ રેતી એક હેક્ટર વિસ્તારમાં છોડના થડ પાસે પૂંખવી ત્યારબાદ જો વરસાદ ન હોય તો હળવું પિયત આપવાથી સારું નિયંત્રણ મળે છે. વધુ માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનંતી, આભાર.

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.