નમસ્કાર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ડાંગર પાકમાં પિયત વ્યવસ્થાપન અંગે સંદેશ, જીવ પડવાની શરૂઆત થાય તો પહેલાં એટલે કે વહેલી પાકતી તથા મધ્યમ મોડી પાકતી જાતો માટે ૩૦ થી ૩પ દિવસ વચ્ચે એકવાર પાણી કાઢી નિતાર આપવો, જયારે મોડી પાકતી જાતો માટે ૩પ થી ૪૦ દિવસ વચ્ચે અને પ૦ થી પપ દિવસ વચ્ચે એમ બે વાર પાંચ પાંચ દિવસ નિતાર આપવાથી ઉત્પાદન વધારે મળે છે. કંટી નીકળ્યા બાદ ર અઠવાડિયા સુધી પાણીની વધુ જરૂર રહે છે એટલે આ અવસ્થા દરમ્યાન પ થી ૭.પ સે.મી. પાણી ભરેલ રાખવું. વધુ માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનંતી, આભાર.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.