નમસ્કાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પશુઓના આંચળ બ્લોક થઈ જવા અથવા કણી પડે તે માટે ઘરગથ્થુ ઉપચાર અંગે સંદેશ, સૌ પ્રથમ આંચળની લંબાઈ પ્રમાણે લીમડાના પાનની એક તાજી સળી કાપી લો. ત્યારબાદ હળદર સાથે માખણ અથવા ઘી ને મિક્ષ કરી મલમ બનાવો. આ સળી ઉપર હળદર સાથે માખણ અથવા ઘી નો બનાવેલ મલમ લગાડો. મલમ લગાવેલી સળીને ઘડિયાળ ના કાંટા ની ઉંધી દિશામાં ફેરવીને આંચળમાં જવા દો. દરેક દોહન પૂરું થયા પછી નવી તાજી અને મલમ લગાવેલી સળી લેવી.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||