નમસ્કાર, ખેતીવાડી વિભાગ ,ગુજરાત રાજ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કૃષિ સંદેશ, હાલમાં વરસાદની અછતને ધ્યાને લઈ પાકને જરૂરિયાત મુજબ જુદી જુદી અવસ્થાએ પિયત આપવું જેથી પાકને બચાવી શકાય. બાષ્પીભવનને કારણે પાણીના નુકશાનને અટકાવવા સમયસર આંતરખેડ અને નિંદામણ કરી પાકને નિંદાણમુક્ત રાખવો. ઉભા પાકમાં ભેજ બચાવવા ઘઉંના કુંવર, મગફળીની ફોતરી તેમજ અન્ય હાથવગી ખેત આડપેદાશનું મલ્ચીંગ કરવું. પાકને અનુલક્ષીને યોગ્ય પિયત પધ્ધતિ જેવી કે બોર્ડર, રીંગ બેઝિન, ચેક બેઝિન, નિકપાળા જેવી અનુકુળ પધ્ધતિ અપનાવી પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવો. બે ચાસ વચ્ચે વધુ અંતરવાળા પાકોમાં એકાંતરે ચાસ પદ્ધતિ દ્વારા પિયત આપવું. અને જો જમીનમાં ભેજની વધારે અછત વર્તાય તો એકાંતરે હાર કાઢી નાંખવી. ઉત્સ્વેદન ઘટાડવા (પર્ણમાંથી પાણીને જતુ અટકાવવા) માટે કેઓલીન ૪૦૦ ગ્રામ / ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. અછતની પરિસ્થિતિ દરમિયાન પાકની સહનશક્તિમાં સુધારો કરવા નાઈટ્રોજન યુક્ત ખાતરનો અને સુક્ષ્મ પોષકતત્વોનો છંટકાવ કરવો. વધુ માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશનનાં ટોલ ફ્રી નંબર ૧૮૦૦૪૧૯૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનંતી. આભાર.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved.