પશુઓમાં થતાં આઉનો સોજો (મસ્ટાઇટીસ) માટે ઘરગથ્થુ ઉપચાર

નમસ્કાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પશુઓમાં થતાં આઉનો સોજો (મસ્ટાઇટીસ) માટે ઘરગથ્થુ ઉપચાર અંગે સંદેશ, સૌ પ્રથમ ૨૫૦ ગ્રામ કુવારપાઠું ના પાનને મિક્ષરમાં જીણું વાટી તેનો જ્યુસ બનાવો. ત્યારબાદ તેમાં ૫૦ ગ્રામ હળદર તથા ૧૫ ગ્રામ ચૂનો નાખી બરાબર મિક્ષરમાં મિક્ષ કરી લાલ કલરનો લેપ બનાવો. ત્યારબાદ એક મુટ્ઠી લેપ લઈ તેમાં ૧૫૦ થી ૨૦૦ મીલી પાણી નાખી દ્રાવણ બનાવો. પછી આઉને ચોખ્ખા પાણીથી ધોઈ સાફ કરો અને ચારેય આંચળનું દૂધ કાઢી લો. ત્યારબાદ દ્રાવણને આખા આઉ પર ઘસીને માલિશ કરો. આ પ્રક્રિયા દિવસમાં ૧૦ વાર એમ ૫ દિવસ સુધી કરો. પશુને ૨ આખા લીંબુ ટુકડા કરી દિવસમાં એક વાર એમ ત્રણ દિવસ સુધી ખવરાવો. જો આંચળમાં સોજા સાથે તાવ હોય તો ઉપરોક્ત મિશ્રણમાં કડવા લીમડાના એક મુઠ્ઠી પાંદડા ઉમેરી લેપ બનાવી ઉપયોગ કરવો. આ ઉપરાંત જો દૂધમાં લોહી આવતું હોય તો બે મુઠ્ઠી મીઠા લીમડાના પાન અને ગોળ મિક્ષ કરી જ્યાં સુધી લોહી બંધ ના થાય ત્યાં સુધી દિવસમાં બે વાર ખવડાવો. વધુ માહિતી મેળવવા માટે રીલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનતી

 

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved.