મગફળીની વાવણી પહેલા જમીન તૈયારી અંગે સંદેશ

નમસ્કાર,સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિયુનિવર્સીટી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ખેડૂત મિત્રો માટે મગફળી પાક અંગે સંદેશ, મગફળીના ડોડવા જમીનમાં થતા હોવાથી તેના જરૂરી વિકાસ માટે જમીનની ફળદ્રુપતા, જમીનની ભેજ સંગ્રહશકિત અને જમીનની છિદ્રતા જાળવવી ખાસ જરૂરી છે. તે માટે જમીનને ઉંડી ખેડ કરી આગલા પાકના જડીયા, મૂળીયા વગેરે વીણી લઇ સારૂ કોહવાયેલું છાણીયુ ખાતર હેકટર દીઠ આઠ થી દસ ટન નાખી બે થી ત્રણ વખત કરબની ખેડ કરી અને સમાર મારી જમીન પોચી અને ભરભરી બનાવવી. વધુ માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનંતી. આભાર

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags