નમસ્કાર, રિલાયન્સ ફાઉન્ડેશન પ્રસ્તુત કૃષિ સંદેશ, ઉનાળુ ઋતુમાં ઉભડી મગફળી ઉગાડતા ખેડૂતોને ગુજરાત મગફળી ૩૪ (જીજી ૩૪) જાતનું વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવે છે. આ જાતમાં ડોડવાનું સરેરાશ ઉત્પાદન પ્રતિ હેકટર ૩૭૧૫ કિ.ગ્રા. મળેલ છે, જે સ્થાનિક જાત જીજી-૬, જીજેજી-૩૧, ટીજી-ર૬ અને ટીજી-૩૭-એ કરતા વધારે માલુમ પડેલ છે. આ જાત અંકુશ જાતો કરતાં દાણાનું ઉત્પાદન, તેલ ઉત્પાદન અને તેલનું પ્રમાણ વધારે ધરાવે છે. આ જાતમાં થ્રિપ્સ અને તડતડીયાનો ઉપદ્રવ અંકુશ જાતો કરતા ઓછો જોવા મળેલ છે. ઉનાળુ ઋતુમાં આ જાતમાં ટીક્કા અને ગેરૂનો રોગ જોવા મળેલ નથી. પ્રાપ્ત માહિતી આણંદ કૃષિ યુનિવર્સીટીથી મેળવેલ છે. આભાર
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||