મગફળીની વાવણી પહેલા બીજ દર અંગે સંદેશ

નમસ્કાર , જુનાગઢ કૃષિ યુનિવર્સીટી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ખેડૂત મિત્રો માટે મગફળી પાક અંગે સંદેશ , મગફળી પાકની વાવણી માટે બિયારણનો દર  ઉભડી જાતો માટે  100 કિલોગ્રામ ,અર્ધવેલડી જાતો માટે 120 કિલોગ્રામ ,વેલડી જાતો માટે 100 થી 110 કિલોગ્રામ પ્રતિ હેકટરે રાખવો. મગફળી પાકની વાવણી માટે ઉભડી જાતો માટે વાવેતર અંતર બે હાર વચ્ચે ૪૫ સે.મી અને બે છોડ વચ્ચે ૧૦ સે.મી તેમજ અર્ધવેલડી જાતો માટે બે હાર વચ્ચે ૬૦ સે.મી અને બે છોડ વચ્ચે ૧૦ સે.મી તથા વેલડી જાતો માટે બે હાર વચ્ચે ૭૫  સે.મી અને બે છોડ વચ્ચે ૧૦ થી ૧૫ સે.મી જેટલું વાવેતર અંતર રાખવું.વધુ માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનંતી , આભાર

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags