નમસ્કાર, રિલાયન્સ ફાઉન્ડેશન અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર, ગીર સોમનાથના સયુંકત ઉપક્રમે ખેડૂત મિત્રો માટે કૃષિ સંદેશ, મગફળીના પાકમાં લશ્કરી ઇયળના નિયંત્રણ માટે પ્રતિ હેક્ટર 5 થી 6 ફેરોમેન ટ્રેપ લગાવવા અથવા પ્રકાશ પિંજર લગાવવું, ઈંડા તથા ઇયળ અવસ્થાના સમૂહોને ભેગા કરીને નાશ કરવું. એસ.એન.પી.વી. 450 ઇયળ આંક પ્રતિ હેકટરે સાંજના સમયે છંટકાવ કરવું. જૈવિક નિયંત્રણ માટે બેસીલસ થૂરેનજીએંસીસ (બી.ટી.) 1 કિલો પ્રતિ હેક્ટર 400 થી 500 લિટર પાણીમાં ભેળવીને છાંટવું. ઉપદ્રવ વધુ હોય તો ક્લોરપાયરીફોસ 20 ઇસી 25 મીલી અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ 18.5 એસ.સી. 3 મીલી અથવા ઇન્ડોક્ઝાકાર્બ 15.8 ઇસી 5 મીલી પૈકી કોઈપણ 1 દવા 10 લિટર પાણીમાં ભેળવી છાંટવું.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.