નમસ્કાર, આણંદ કૃષિ યુનિવર્સીટી, અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પશુપાલન અંગે સંદેશ, ઉનાળામાં ગરમીના તણાવની અસર ઘટાડવા પશુના રહેઠાણની દિશા વધુ ગરમી અને ઓછા ભેજવાળા વાતાવરણમાં પૃર્વ –પશ્ચિમ રાખવી.ખુલ્લા પ્રકારના રહેઠાણ બનાવવાનો આગ્રહ રાખવો.રહેઠાણની ઊંચાઈ ૧૦ થી ૧૨ ફૂટ હોવી જોઈએ. અને ‘A’ આકારનું છાપરું હિતાવહ છે. પશુ રહેઠાણની દિવાલ અને છાપરાની છતનો ઉપરનો ભાગ સફેદ રંગનો રાખવો જોઈએ. છાપરું ઘાસચારાના પૂળાવાળું, લોખંડના પતરાવાળું,પ્લાયવૂડ અથવા પ્લાસ્ટિક શીટવાળું છાપરું બનાવવું. રહેઠાણની આજુબાજુ ઝાડ અથવા ઝાડી રાખવાનો આગ્રહ રાખવો જોઈએ. સતત ઠંડુ પાણી મળી રહે તેવી રહેઠાણની વ્યવસ્થા કરવી જોઈએ. દર ૨૫ ચોરસ મીટર જગ્યાએ ૮ થી ૯ ફૂટની ઊંચાઈએ એક પંખાની ગોઠવણી કરવી. વધુ માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનંતી. આભાર
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.