નમસ્કાર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પશુપાલન અંગે સંદેશ, વસુકેલ ગાય-ભેંસ માટેના આહાર ઉપરાંત છેલ્લા ત્રણ મહિના દરમ્યાન બચ્ચાના વિકાસ માટે વધારાનું દાણ આપવું. દાણનો જથ્થો દર પખવાડિયે ૫૦૦ ગ્રામ વધારતા જઈ છેલ્લા પખવાડિયામાં ૩-૪ કિલો દાણ મળી રહે તેમ કરવું. આ પદ્ધતિને સ્ટીમીંગ-અપ પદ્ધતિ કહે છે. આ પદ્ધતિ અપનાવવાથી ગાય-ભેંસ વિયાય ત્યારે તેઓને વિયાણનું ખાસ દાણ આપવાની જરૂર રહેતી નથી. તેમજ બચ્ચુ તંદુરસ્ત જન્મે છે અને દૂધ ઉત્પાદન પણ વધું મળે છે. વધુ માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનંતી. આભાર
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.