નમસ્કાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તરઘડીયા અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા દૂઝણી ગાય,ભેંસ માટે ઘરગથ્થું ખોરાક તૈયાર કરવા અંગે સંદેશ, દુધાળ પશુને રોજનો ખોરાક ઘરે બનાવવા માટે સમતોલ દાણ મિશ્રણ 1 થી 1.5 કિગ્રા, લીલો ચારો કઠોળ વર્ગનો 4 થી 5 કિગ્રા, લીલો ચારો ધાન્ય વર્ગનો 8 થી 12 કિગ્રા, સૂકો ચારો ખાઈ શકે એટલો અથવા 6 થી 9 કિગ્રા. આ ઉપરાંત પ્રત્યેક 1 કિગ્રા દૂધ ઉત્પાદન માટે 500 ગ્રામ અને ગાયને 500 ગ્રામ દાણ વધારે આપવું. ભેંસના દૂધમાં ચરબીનું પ્રમાણ વધારે હોવાથી ગાય કરતાં તેને વધારે દાણની જરૂર પડે છે. ગાય કે ભેંસને પ્રથમ ત્રણ વેતર સુધી તેના શરીરની વૃશી માટે વધારાનું 500 ગ્રામ દાણ આપવું જરૂરી છે. વધુ માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનતી.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.