નવજાત વાછરડા કે વાછરડીઓની માવજત રાખવા અંગે સંદેશ

નમસ્કાર, સાબર ડેરી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા નવજાત વાછરડા/વાછરડીઓની માવજત રાખવા અંગે સંદેશ, જન્મ પછી તુરંત નાક, મોં અને શરીર સાફ કરવું. છાતી પર ધીરે ધીરે માલીશ કરવી જેથી શ્વાસ લેવામાં સરળતા રહે. મોઢામાં બે આંગળીઓ રાખી તેની જીભ પર રાખો જેથી દૂધ પીવામાં મદદ મળશે. નાળાને બે ઇંચ જેટલી રહેવા દઈ દોરીથી બાંધી નાળને સ્વચ્છ કાતરથી કાપી તેના ઉપર ટિંકચર આયોડિન લગાડવું જોઇયે જેથી ડૂંટાને પાકતો અટકાવી શકાય. જન્મ પછી નવજાત પશુને અડધા કલાકની અંદર ખીરું પીવડાવવું, ખીરુંની માત્રા બચ્ચાના વજનના દશમાં ભાગ જેટલી રાખી અને એને દિવસમાં ત્રણ થી ચાર વાર સરખે ભાગે આપવું. યોગ્ય વિકાસ માટે તેમને બે મહિના સુધી દરરોજ દૂધ આપવું.

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags