નમસ્કાર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- દેડિયાપાડા, નર્મદા અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પશુઓમાં થતાં ગળસુંઢો રોગના લક્ષણો અંગે સંદેશ. ગળસુંઢો રોગમાં પશુને 105° થી 107° ફેરનહીટ જેટલો ઊંચો તાવ આવે છે. પશુ ધ્રુજવા માંડે છે અને ખાવા-પીવાનું બંધ કે ઓછું કરી દે છે અને અચાનક દૂધનું પ્રમાણ ઘટી જાય છે. પશુની આંખો લાલ થઇ જાય છે અને આંખોમાંથી પાણી પડવા માંડે છે. જીભ પર સોજો આવે છે અને જીભ બહાર રાખી શ્વાસ લેતી વખતે મોં ખુલ્લું રાખે છે. જડબા અને ગળાની નીચે પીડાદાયક સોજો આવી જાય છે જેથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ગળામાંથી ઘુરર-ઘુરર અવાજ આવે છે. મોઢામાંથી લાળ ટપકે છે અને અસરગ્રસ્ત પશુઓમાંથી ૬૦ થી ૯૦ % પશુ મૃત્યુ પામે છે.વધુ માહિતી માટે તમે રિલાયન્સ ફાઉન્ડેશનનો ટોલ ફ્રી નંબર 1800-419-8800 પર સોમવાર થી શનિવાર સવારે 9:00 થી સાંજે 7:30 સુધી સંપર્ક કરી શકો છો, આભાર.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.