નમસ્કાર,રિલાયન્સ ફાઉન્ડેશન અને સરદારકૃષીનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી દ્વારા કૃષિ સંદેશ, ઘઉં પાકની વાવણી જો સમયસરની વાવણી 15 થી 25 નવેમ્બર દરમ્યાન કરવી જોઈએ.પિયત કાઠિયા ઘઉની વાવણી માટે જી.ડબલ્યુ -1339 અથવા જી.ડી.ડબલ્યુ-1255 પસંદ કરવી જોઈએ. જી.ડબલ્યુ -547,513,451,496,322 અને 273 માટે 120 કિલોગ્રામ પ્રતિ હેકટર તેમજ જી.ડબલ્યુ -1339 અથવા જી.ડી.ડબલ્યુ-1255 માટે 120 કિલોગ્રામ પ્રતિ હેકટર બિયારણનો દર રાખવો જોઈએ.સમયસરની વાવણી માટે પાયાના ખાતર તરીકે નાઇટ્રોજન 45 કી.ગ્રા,ફૉસ્ફરસ-60 કી.ગ્રા પ્રતિ હેકટરે આપવું. એટ્લે કે 130 કી.ગ્રા ડી.એ.પી અને 47 કી.ગ્રા યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ પ્રતિ હેકટરે આપવું. આભાર
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||