નારી ગાય ની ઓળખ અને વિશેષતા

પ્રાણીનો પ્રકાર: ગાય

ઓલાદ / જાતિનું નામ: નારી ગાય

ઓળખ અને વિશેષતાઓ:

  • મૂળ વતન: ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લા; રાજસ્થાનના પાલી અને સિરોહી જિલ્લા
  • નારી એ “સિરોહી” તરીકે ઓળખાતી પશુઓની દ્વિહેતુક ઓલાદ છે
  • નારી પશુઓની મોટાભાગની વસ્તી અરવલ્લી વન શ્રેણીની આસપાસ જોવા મળે છે. આ પ્રદેશો થોડો ડુંગરાળ અને અછતગ્રસ્ત વિસ્તાર છે. અરવલ્લીની તળેટીના વિસ્તારોમાં પ્રાણીઓ ગરમ આબોહવાને અનુકૂળ છે
  • રંગ: ગાય મુખ્યત્વે સફેદ અથવા ભૂખરા સફેદ રંગ અને નર સફેદ, ભૂખરો સફેદ કે કાળા રંગના
  • મધ્યમ કદ
  • શિંગડા: સર્પાકાર રીતે વળાંકવાળા અને બહારની તરફ/આગળ તરફ વળેલા, મુળિયાના ભાગે જાડા, પહોળા, લાંબા અને છેડા તરફ નિર્દેશ કરે છે. નર પશુઓમાં શિંગડા મોટેભાગે આગળ તરફ જ્યારે માદા પશુઓમાં મોટેભાગે બહારની તરફ વળેલા હોય છે
  • મોટાભાગે કપાળ પહોળું અને થોડું અંતર્મુખ હોય છે
  • પૂંછડું લાંબુ અને જમીનને અડે તેવું

માહિતી નો સ્ત્રોત: પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય

પ્રસ્તુત કરનાર: રિલાયન્સ ફાઉન્ડેશન

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.