નમસ્કાર , સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિયુનિવર્સીટી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ખેડૂત મિત્રો માટે કૃષિ સંદેશ, મગફળીના પાકમાં ઉગસુકના રોગને કારણે બીજનું સ્ફુરણ થાય તે પહેલા સડી જાય છે રોગની શરૂઆતમાં જમીનને અડીને થડ ઉપર સફેદ કે ભુખરાં રંગના ધાબા જોવા મળે છે.સમય જતાં આ ધાબા પર સફેદ રંગની ફૂગની વૃધ્ધિ જોવા મળે છે જેને લીધે થડ તથા ડોડવા નબળા પડે છે અને છોડ સુકાઇ જાય છે. આ રોગના નિયંત્રણ માટે બીજને ટેબ્યુકોનાઝોલ અથવા થાયરમ અથવા કાર્બેંન્ડેઝીમ ૩ ગ્રામ પ્રતિ કી.ગ્રા બીજ પ્રમાણે પટ આપ્યા પછી વાવેતર કરવું. ૨.૫ કી.ગ્રા ટ્રાયકોડર્મા પાવડર ૫૦૦ કી.ગ્રા દિવેલીના ખોળ સાથે મિશ્ર કરી પ્રતિ હેકટરે પાક વાવતા પહેલા જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે આપવો. વધુ માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનંતી, આભાર.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.