મગફળી માટે રાસાયણિક બીજ માવજત

નમસ્કાર, કપાસ સંશોધન કેન્દ્ર - તલોદ, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ખેડૂત મિત્રો માટે કૃષિ સંદેશ, મગફળી પાકની વાવણી કરતા પહેલાં દાણાંને એક કીલોગ્રામ બિયારણ દીઠ ૩ ગ્રામ પ્રમાણે થાયરમ અથવા ટેબ્યુકોનાઝોલ ર ટકા  જેવી કોઇપણ એક ફુગનાશક દવાનો પટ આપવો, જે જમીનમાં ધૈણ અને ઉધઇનો ઉપદ્રવ હોય ત્યાં ક્વીનાઇલફોસ ૨૫ ટકા  ઇસી અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ટકા  ઇસી દવા ૨૫ મીલી પ્રતિ કીલો પ્રમાણે પટ આપી ૪ થી ૬ કલાક છાંયડામાં સુકવી વાવેતર કરવું હિતાવહ છે. વધુ માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનંતી , આભાર.

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags