નમસ્કાર, રિલાયન્સ ફાઉન્ડેશન અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર, ગીર સોમનાથના સયુંકત ઉપક્રમે ખેડૂત મિત્રો માટે કૃષિ સંદેશ, મગફળીના પાકમાં લીલી ઇયળના નિયંત્રણ માટે ખેતરની ફરતે હજારીગલના છોડ રોપવા જેથી ઈંડાનો નાશ કરી શકાય. પ્રતિ હેક્ટર 5 થી 6 ફેરોમેન ટ્રેપ લગાવવા અથવા પ્રકાશ પિંજર લગાવવું. એચ.એન.પી.વી. 250 એલ.ઇ. નો છંટકાવ કરવું. જૈવિક નિયંત્રણ માટે એજાડિરેક્ટિન 1500 પીપીએમ 60 મીલી અથવા બીવેરિયા બાજીઆના 80 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીમાં ભેળવી છાંટવું. ઉપદ્રવ વધુ હોય તો ડેલ્ટામેથ્રિન 2.8 ઇસી 5 મીલી અથવા ઇન્ડોક્ઝાકાર્બ 15.8 ઇસી 10 મીલી અથવા ઈમામેકટિન બેંઝોએટ 5 એસજી 5 ગ્રામ અથવા ફ્લૂબેંડીયામાઈડ 480 એસ.સી. 3 મીલી 10 લિટર પાણીમાં ભેળવી છાંટવું.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||