મગફળીમાં પાન ખાનાર ઈયળો જેવી કે લીલી ઈયળ અને લશ્કરી ઈયળનાં નિયંત્રણ અંગે સંદેશ

નમસ્કાર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મગફળી પાક અંગે સંદેશ, ચોમાસુ ઋતુમાં મગફળીમાં પાન ખાનાર ઈયળો જેવી કે લીલી ઈયળ અને લશ્કરી ઈયળનાં અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે કરંજ તેલ (૩૦મીલી/૧૦લી. પાણીમાં) અથવા પોનીમ (૩૦ મીલી ૧૦લી. પાણીમાં)નાં બે છંટકાવ જીવાતનો ઉપદ્રવ શરૂ થયાનાં પંદર દિવસના અંતરે કરવાની ભલામણ કરવામાં આવે છે. પોનીમ બનાવવા માટે ૪૫૦ મીલી લીમડાનું તેલ + ૪૫૦મીલી કરંજ તેલ અને ૧૦૦મીલી સાબુનું દ્રાવણ (વેટીંગ એજન્ટ) ભેળવવું. વધુ માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનંતી, આભાર.

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags